આવતીકાલથી જીલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપરથી વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે. COWIN પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ કરાવી વેકસીન લઇ શકાશે.
રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાની ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને આવતીકાલ તારીખ ૦૪/૦૬/૨૦૨૧ થી જીલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપર થી વેકસીન આપવામાં આવશે. આ વેકસીન મેળવવા માટે COWIN પોર્ટલ ઉપર થી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે. વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે.
આવતીકાલ તારીખ ૦૪/૦૬/૨૦૨૧ થી જીલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપરથી વેકશીન આપવામાં આવશે. જેમાં મોરબી તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર(મ), સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર(પરસોતમ ચોક), ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માથક
આમ મોરબી જીલ્લામાં ઉપર મુજબ નાં સ્થળો ઉપર આવતી કાલ થી ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથના લાભાર્થીઓને તદન વિના મુલ્યે કોરોના રસીકરણની કામગીરી નો શુભારંભ કરવામાં આવશે. તો મોરબી જીલ્લાના ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથના લાભાર્થીઓને કોરોના રસીકરણ નો લાભ લેવા મોરબી જીલ્લાનાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા તેમજ જીલ્લા આર.સી.એચ અધીકારી ડો. અંજુબેન પરમાર મોરબી જીલ્લાનાં તમામ લોકોને નમ્ર અપીલ કરે છે.