Friday, December 27, 2024
HomeGujaratમોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા "આવ્યો માઁ નો રૂડો અવસર" કાર્યક્રમ...

મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા “આવ્યો માઁ નો રૂડો અવસર” કાર્યક્રમ સંપન્ન

મોરબીના ઉદ્યોગપતિ અને દાતા એવા જયસુખભાઈ પટેલની મોદક તુલા કરાઈ: સાંઈઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ મોકલાશે

- Advertisement -
- Advertisement -

 

 

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા હજારો લોકોની ઉપસ્થિતમાં 451 જેટલા દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ

મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.

આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.પાટીદાર સમાજના વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવેલ છે.

સમય અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની બેન્ચ, દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.

સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે *’ઉમા આદર્શ લગ્ન’* બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ, 24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 (છત્રીસ) રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણી માંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે.એવા 451 જેટલા દાતાઓને ત્રણ દિવસ દરમ્યાન ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. કડવા પાટીદાર માટે તેમજ અન્ય સમાજ માટે જેમને વર્ષો સુધી અનેક સેવાકીય પ્રકલ્પો કર્યા છે, મોરબીનું નામ અજંતા,ઓરેવા અને ઓરપેટ ઉદ્યોગ ગ્રૂપને સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે,હજારો દિકરીઓને રોજી રોટી આપી છે એવા જયસુખભાઈ પટેલની *મોદક તુલા* કરવામાં આવી અને એ મોદક તુલાનો લાડુ મહા પ્રસાદ માં ઉમિયાજીના ચરણે ધરી 60000 સાંઈઠ હજાર બોક્સમાં ભરી 60000 કડવા પાટીદાર પરિવારમાં પહોંચાડવામાં આવશે,આજના સમગ્ર કાર્યક્રમમાં ઉમિયા ધામ ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જે.પટેલના અધ્યક્ષ સ્થાન હતું.જેમાં મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી કબીરધામ-મોરબી, સરસ્વતી નિકેતન આશ્રમ ભાણદેવજી, નકલંક ધામ બગથળાના સંત દામજી ભગત તેમજ સિડસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા મોહનભાઈ કુંડારીયા, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કિશોરભાઈ ચીખલીયા, લલિતભાઈ કવાડિયા વગેરે રાજકીય હસ્તીઓ, તેમજ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર ચેરમેન એ.કે.પટેલ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ પાટીદાર સંસ્થાના હોદેદારો,સીરામીક એસોસિએશન પ્રમુખ વગેરેની ઉપસ્થિતમાં ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અનેક ભવનોનો લોકાર્પણ કાર્યક્રમ સંપન થયો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!