અમદાવાદમાં એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતી અર્થે સેમિનાર, રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સુચનાને પગલે અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એસ.એ.ગોહિલ તથા પીઆઇ એમ.પી.ચૌધરી અને ટેકનીકલ પીએસઆઇ એચ.જી.પટેલ તથા અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ સ્ટાફ અને અમદાવાદની એમ.બી.પટેલ રાષ્ટ્રભાષા મહાવિદ્યાલય એલીસબ્રીજના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ અને જનજાગૃતિ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જે ગોકુળ અનુદાનીત નિવાસી પ્રાથમિક શાળા, ગોતા, અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ તકે એન.એસ.એસ. ના ૪૦ વિદ્યાર્થીઓ અને શાળાના ૪૦ બાળકો જોડાયા હતા વધુમાં સેમિનાર બાદ લોકજાગૃતિ માટે એક “નશામુક્તિ રેલી” પણ યોજાઈ હતી જેમાં વિવિધ નશામુક્તિના સ્લોગન સાથેના બેનર્સ પ્રસિદ્ધ કરાયા હતા.