મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મોરબી જીલ્લા પંચાયતના સભાખંડ ખાતે તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે મોરબી જીલ્લાના તમામ બી આર સી અને સી.આર.સી. કો – ઓર્ડીનેટરની તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું આ તકે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરાયા બાદ ડીસ્ટ્રીક્ટ ટ્રેનીંગ સેન્ટરના કો ઓર્ડીનેટર ડો.ધવલ રાઠોડ દ્વારા તમામ તાલીમાર્થીઓને તમાકુના વ્યસનની આર્થિક અસરો, શારીરિક અસરો, તમાકુનું સમાજમાં, રાજ્યમાં, દેશમાં પ્રમાણ, તમાકુ છોડવા માટે શું – શું કરી શકાય તે બાબતોને આવરી લેતા પ્રેઝન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. ત્યારબાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા દ્વારા મોરબી જીલ્લાની તમામ શાળાને તમાકુ મુક્ત બનાવા માટે તમામ વિભાગો સાથે મળીને કઈ રીતે કાર્ય કરવું તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી.સી.કાવર દ્વારા તમાકુના વ્યસનનો મુદ્દો, શાળાના એક મૂલ્યાંકન તરીકે આવરી લેવા અને તમાકુ મુક્ત શાળા બનાવવા અને તેની એક સયુંકત યાદી બનાવા અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં સોશ્યલ વર્કર તેહાન એમ શેરસીયા દ્વારા કોટપા કાયદાની વિવિધ કલમો અંગે માહિતી આપી હતી અને દરેક વિભાગ સાથે મળીને તમાકુના વ્યસનને દુર કરવા અનુરોધ કર્યો હતો.