Saturday, July 27, 2024
HomeGujaratસંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા...

સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા અપીલ કરાઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે સંભવતઃ ચક્રવાતને લઈને શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા પણ આગમચેતીના ભાગ રૂપે યાર્ડમાં પાક લઈને આવતા ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું હતું કે, એજન્ટો, વેપારીઓ તથા ખેડૂતોને હવામાન ખાતાની વાવાઝોડા તથા વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા ખાસ ભલામણ કરવામાં આવે છે. તેમજ વેપારીઓએ પોતાનો માલ સેડ પરથી પોતાના ગોડાઉનમાં અથવા સરક્ષીત જગ્યાએ લઇ લેવા ખાસ ભલામણ કરવામાં આવે છે. ખેતપેદાશના માલનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા આપણાં સૌની જવાબદારી હોય છે, તો આ સુચનાનો ખાસ અમલ કરવા દરેક વેપારીઓ તથા એજન્ટોને ખાસ સૂચના આપવામાં આવે છે. તેમ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!