Friday, December 27, 2024
HomeGujaratહળવદ પંથકમાં લગ્નના આયોજકોમાં અવઢવની સ્થિતિ: કર્મુતા બાદ મોટા પાયે લગ્નનું આયોજન

હળવદ પંથકમાં લગ્નના આયોજકોમાં અવઢવની સ્થિતિ: કર્મુતા બાદ મોટા પાયે લગ્નનું આયોજન

મકરસંક્રાંતિના પર્વની ઉજવણી સાથે જ કર્મુતાની પણ સમાપ્ત થય ગયા. લગ્નસરાનો પ્રારંભ થઈ ગયો છે આગીમી જુલાઈ સુધીમાં લગ્નના કુલ ૪૦ શુભ મુહૂર્તો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે આ સ્થિતિમાં હવે લગ્ન સમારોહ કઈ રીતે યોજવા ? લગ્ન સમારોહમાં ધામધૂમથી થઇ શકશે કે કેમ? કેટલાક અતિથિઓને આમંત્રણ આપવું ? મર્યાદિત અતિથિઓને જ ઉપસ્થિત હોય તો પાર્ટી પ્લોટ હોલ બુકિંગ ભાડું ચૂકવવા કે કેમ? તેને લયને લગ્ન પ્રસંગનુ આયોજન કરનાર વિસામણમાં મુકાય ગયા છે.

- Advertisement -
- Advertisement -

લગ્ન કરવાં કે‌ મુલતવી રાખવા અવઢ માં મુકાઈ ગયા છે. સરકારે ૨૨મી જાન્યુઆરી સુધી દોઢસો લોકોની મર્યાદા નક્કી કરી દીધી છે ત્યારે કોરોનાનો વધતા જઈ રહેલા સંક્રમણને જોતા સરકાર હજુ પણ ક્યાંક કડક નિયંત્રણો લગાવે ? ને એવી ચિંતા ના આયોજકોમાં ફેલાય છે. એક સપ્તાહમાં સરકાર દ્વારા બીજી વખત ડેડલાઈન આવતાં અંત સમયે લોકોને આયોજનમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડતાં પ્રસંગની મજા બગડી છે. કોરોના ના કેસ ની અસર ઇવેન્ટ મેનેજમેન્ટ હોટલ પાર્ટી પ્લોટ,કેટરીગ વ્યવસાયને પહોંચી રહી છે કોરોના ના કારણે અમુક લગ્નો કેન્સલ તો કેટલાક લગ્ન મોકૂફ થઈ રહ્યા છે. ઉતરાયણ બાદ કમુરતા ઉતરતા જ હળવદ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્ન સિઝનનો ધમધમાટ જોવા મળ્યો હતો, જો કે, છેલ્લા પખવાડિયાથી જિલ્લામાં કોરોના નો કહેર અને ઓમિકોનના દર્દીઓમાં વધારાને પગલે લગ્ન આયોજન કરનાર પરિવારો ચિંતીત બન્યા છે. બીજી તરફ સંક્રમણને વધતું અટકાવવા રાજ્ય સરકારે પૂર્ણ નિયંત્રણો લાદયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!