રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકા વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ મનિષ વે-બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ સીડી ચોરી કરવાની કોશિષ થયેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સદરહુ ગુન્હો શોધી કાઢવા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હતા. દરમ્યાન તેઓને ખાનગીરાહે મળેલ બાતમીનાં આધારે ગઈકાલે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ચોરીની કોશિષ કરનાર ત્રિપુટી (૧) સુનિલ છગનભાઇ પરમાર, અનિલ છગનભાઇ પરમાર તથા જીતેન્દ્ર ગોવિદભાઇ જાદવ (રહે. ત્રણેય હાલ-લયસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે, રહે, નેવાડી, જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશ)ને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુનામાં વપરાયેલ લાલ-કાળા કલરનું રૂ.૧૫,૦૦૦/-ની કિંમતનું GJ-03-DL-4718 નંબરનું CBZ મોટર સાયકલ થા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પી.એસ.આઇ. વી.જી જેઠવા ચલાવી રહ્યા છે.