Sunday, December 22, 2024
HomeGujarat"આયા સાવન ઝૂમકે":મોરબીનાં ચાંચાપર ગામે ટ્રકે પલ્ટી મારતા ઘરના ઓટલે બેસેલ વૃદ્ધ...

“આયા સાવન ઝૂમકે”:મોરબીનાં ચાંચાપર ગામે ટ્રકે પલ્ટી મારતા ઘરના ઓટલે બેસેલ વૃદ્ધ ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતું ટ્રક ચાંચાપર ગામ ખાતે પલ્ટી મારી જતા સ્થળ પર પોતાના ઘર બહાર બેસેલ એક વુરૂધ્ધને આ ટ્રકે હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ચાંચાપર ગામ ખાતે GJ-03-X-3723 નંબરના ટેમ્પોના ચાલકે પોતાનું ટેમ્પો બેદરકારીથી સ્પીડમાં ચલાવી લાવી મનુષ્યની ઝીંદગી જોખમાય તે રીતે એકદમ વણાંક વાળતા ટેમ્પો પલ્ટી ખાઈ જતા મોતીભાઈ અમરશીભાઈ આદ્રોજા નામના વૃધ્ધ પોતાના ઘરની બહાર ઓટલા ઉપર બેસેલ હોય તેને શરીરે કમરે વાસાના ભાગે ફેકચર ઈજા તથા છાતીના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી.જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!