સૌરાષ્ટ્રનું પહેલું રોબોટિક જૉઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ધરાવતા આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા રાહત દરે આરોગ્ય પરામર્શ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગોની સારવારમાં OPD ચાર્જ ફક્ત 10 ₹/- રહેશે.
મોરબીના સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા આગામી તા. 21 ડીસેમ્બરને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રાહત દરે આરોગ્ય પરામર્શનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓર્થોપેડીક/જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનની સારવાર ઉપલબ્ધ રહેશે. જે અંતર્ગત ગોઠણ તથા થાપાના સાંધા બદલાવાના ઓપરેશન તથા હાડકાના તમામ ફ્રેક્ચરની સારવાર તથા ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ લેપ્રોસ્કોપીક/જનરલ સર્જનમાં એપેન્ડીક્ષ, પિતાશયની પથરીના દુરબીન થી ઓપરેશન તથા સારણગાંઠ (હર્નીયા), વધરાવળ (ડાઈડ્રોસીલ) ના ઓપરેશન અને યુરો સર્જનમાં પથરીના દુરબીનથી ઓપરેશન તથા પ્રોસ્ટેટના દૂરબીન થી ઓપરેશન તેમજ ન્યુરો/સ્પાઈન સર્જનમાં કરોડરજ્જુની તકલીફો તથા મગજની તકલીફોની સારવાર કરી આપવામાં આવશે. તેમજ નિઃશુલ્ક RBS, X-Ray, BMD (BONE MINERAL DENSITY) સોનોગ્રાફી – 50% ડિસ્કાઉન્ટ, MRI – 50% ડિસ્કાઉન્ટ, ફાર્મસી- 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમાં OPD ચાર્જ ફક્ત 10 ₹/- રહેશે. તેમજ વધુ માહિતી માટે 80008 42000 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.









