Friday, December 27, 2024
HomeGujaratઆયુષ હોસ્પિટલ મોરબી – પ્લાસ્ટિક સર્જરી વિભાગની સફળતા:યુવકને ગંભીર ઈજાના કારણે કપાયેલ...

આયુષ હોસ્પિટલ મોરબી – પ્લાસ્ટિક સર્જરી વિભાગની સફળતા:યુવકને ગંભીર ઈજાના કારણે કપાયેલ ૧૨ નસોને ફરીથી જોડવામાં આવી

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના એક ગામડામાં 27 વર્ષ ની ઉમરના એક યુવાન ને બારીનો કાચ હાથના કાંડાના ભાગે લાગતાં ખૂબ ઉંડો ઝખમ બની ગયો હતો અને ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરતું ઇજા ગંભીર હોવાથી દર્દીને મોટી હોસ્પિટલ એ લઈ જવાનું કહ્યું હતું. આથી વધુ સારવાર માટે એને મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીની તપાસ કરતાં હાથની બધીજ આંગળીઓ વળવાની બંધ થઈ ગઈ હતી.દર્દી મુઠ્ઠી પણ બનાવી શકતો ન હતો. ઘણી નસો કપાઈ ગયેલ હોય એવું લાગતું હતું. આથી કપાઈ ગયેલ નસોના નિષ્ણાત ડોક્ટર એવા પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા ઈમર્જન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ડૉ. આશિષ હડિયલ સાહેબ ના કેહવા પ્રમાણે કાચ વાગવાથી થયેલ ઈજામાં બહાર દેખાય એના કરતાં અંદર ઘણી બધી, વધારે ઇજા હોય છે. આ દર્દીને હાથની લોહીની નસ, ચેતાની નસ, આંગળીઓ વાળવાની નસો અને કાંડું વાળવાની નસ આમ કુલ મળીને, 12 નસો કપાઈ ગયેલ હતી.બધી જ નસોને માઇક્રો સર્જરી કરી જોડવામાં આવી હતી. અને દર્દીના હાથ પેહલાની જેમ કામ કરતો કરી દીધો હતો.

આ એક જટિલ ઓપરેશન હોય છે અને મોટા શહેરોમાં જ થાય છે. કારણ કે આવા જટિલ ઓપરેશન સામાન્ય રીતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કરતાં હોય છે. આ ઓપરેશન નો ખર્ચ પણ વધારે આવતો હોય છે.

મોરબીની આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવા જટિલ ઓપરેશનના નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન ફૂલ ટાઈમ સેવા આપતા હોવાથી દર્દીને રાજકોટ કે અમદાવાદ જેવા શહેરોમાં ગયા વિના ઘર આંગણે જ ઉતમ સારવાર મળી શકી હતી .

બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના આતર્ગત તદન મફતમા કરી આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો-9228108108

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!