મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડયા છે. પોલીસે મળેલી બાતમીને આધારે રેઇડ કરી ચાર ઇસમોને ગંજીપાના તેમજ રોકડ રૂ. ૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તેમજ જુગારની બદી નેસ્તનામુદ કરી કેશો શોધી કાઢવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતો. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રાજપાલસિંહ જાડેજાના સંયુક્ત રીતે મળેલી બાતમીને આધારે મોરબી-ર મદીના સોસાયટી શેરી નં.૧ માં જાહેરમાં રેઇડ કરી રહીમભાઇ મહમદભાઇ સુમરા, મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમરા, જયદિપભાઇ કાળદાભાઇ આલ અને ગણેશભાઇ પ્રવીણભાઇ ઉઘરેજા નામનાં ચાર ઇસમોને ગંજીપાના તેમજ રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
જેમાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ ડાંગર, વિજયભાઇ બાર, રાજેશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ, હિતેશભાઇ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ વિપુલભાઇ બાલસરા, ભાવેશભાઇ કોટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઇ રાઠોડ અને પ્રિયંકાબેન પૈજા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.