Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ અને તેને મદદ કરનારની બી ડિવિઝન...

મોરબીની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ અને તેને મદદ કરનારની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી

મોરબીમા રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરીયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં સગીરાના પિતાએ વિજય તેજા અગેચાણીયાનામના વ્યક્તિએ સગીરાનું અપરહણ કર્યું હતું અને બાદમાં માળિયા મી.રહેતા ડાડો મિયાણાના ઘરમાં સગીરા સાથે આરોપી વિજયએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી વિજએ સગીરાને એકટીવા શીખડાવવનું કહીને માળિયા મિયાણા ખાતે લઈ ગયો હતો જેના ત્યાં લઈ જઈને ડાડો મિયાણાના ઘરે લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું મોડી રાત્રે સગીરાને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ બાદમાં રાજકોટ ખસેડવા અને મેડિકલ રિપોર્ટ મેળવવા મોડી રાત્રીના જ કવાયત હાથ ધરાઈ હતી આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી આરોપીઓની શોધખોળ દરમિયાન બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતની ટીમે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિજય તેજા અગેચણિયા આરટીઓ નજીકની ધતુરી પાસેથી ધરપકડ કરી છે જ્યારે ડાડો હુશેન મોવર જાટેબમિયાણાને પણ મોરબી બી ડિવિઝન પોલીસ મથક નજીકથી ધરપકડ કરી ગુનામાં વોરાયેલા એક્ટિવા ન. GJ 03 HL 8740 ને કબ્જે કરી બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા બી ડિવિઝન પોલીસે જેલ વોરન્ટ ભરી બંનેને મોડી સાંજે જેલ હવાલે કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!