Monday, October 21, 2024
HomeGujaratમોરબીના ભડિયાદ રોડ ઉપરથી વર્લીભક્તને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના ભડિયાદ રોડ ઉપરથી વર્લીભક્તને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડિયાદ રોડ ખાતે વિદ્યાનગર સોસાયટી સામે જાહેર રોડ ઉપરથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડતા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ સાથે આરોપી હસમુખભાઈ અતુલભાઈ ત્રિવેદી ઉવ.૨૧ રહે.ભડિયાદ કાંટા નજીક જીજે-૩૬ પાનની સામેવાળાની મોરબી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. પોલીસે સ્થળ ઉપરથી આરોપી પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા એક ચીઠ્ઠીમાં લખીને નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમવાના સાહિત્ય કબ્જે કરી પકડાયેલ આરોપી પાસેથી રોકડા ૧,૧૬૦/- કબ્જે કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!