મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નવલખી રોડ સ્થિત યમુનાનગર શેરી નં.૩માં રોડ ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપત્તીની બાઝી માંડી બેઠેલા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉવ.૩૦ રહે.ત્રાજપર અવેળા પાસે મોરબી-૨, અંજુબેન જશુભાઇ ગૌસ્વામી ઉવ.૩૦ રહે.દરબારગઢ પારેખ શેરી મોરબી હાલ રહે.વાવડી રોડ રાધા પાર્ક મોરબી, જયશ્રીબેન દિલીપભાઇ સારલા ઉવ.૩૫ રહે.યમુનાનગર શેરી નં.૩ તથા કાંતાબેન ઉર્ફે ખુશીબેન ઇશાભાઇ વકાલીયા ઉવ.૪૯ રહે.યમુનાનગર શેરી નં.૩ મોરબીને રોકડા રૂ.૨૦,૫૭૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.