Wednesday, April 16, 2025
HomeGujaratટંકારા પંથકમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની કરાઈ ભવ્ય ઉજવણી

ટંકારા પંથકમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની કરાઈ ભવ્ય ઉજવણી

બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી.જન્મ જયંતિની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટંકારા પંથકમાં પણ હર્ષોલ્લાસ સાથે ભીમ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓએ ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી શોભા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે શોભા યાત્રા દરમિયાન ઠંડા પીણાના સ્ટોલ તેમજ ભીમ ગરબા યોજાયા હતા. તેમજ અલગ અલગ સંસ્થા દ્વારા આયુર્વેદિક સારવાર કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જે રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

વિશ્વ રત્ન બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકરનાં 134 માં જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. ત્યારે તા. 14 એપ્રિલનાં દિવસે ટંકારા તાલુકામાં પણ ખુબ હર્ષોલ્લાસ સાથે ભીમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા વિસ્તારનાં સર્વ સમાજનાં આગેવાનો, ધારાસભ્ય સહિતનાં હોદ્દેદારો દ્વારા ગૌતમ બુદ્ધ તેમજ ડો.આંબેડકર સાહેબની પ્રતિમાને દિપ પ્રાગટય કરીને નવનિર્મિત ડો.આંબેડકર ભવનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જે ટંકારાનાં મુખ્ય માર્ગો પરથી નીકળેલી મહારેલી માટે ઠેર ઠેર ઠંડા પીણાનાં સ્ટોલ તેમજ ભીમ ગરબાનું આયોજન કરાયું હતું. તેમજ નવનિર્મિત ટંકારા નગરપાલિકા ભવન સ્થિત બુદ્ધ પ્રતિમાને વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારનાં નવ વાગ્યેથી તત્સત્ ગૃપ તરફથી ફ્રી આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત્સલ્ય સંસ્થા તરફથી સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ બ્લડ ગૃપ ટેસ્ટીંગ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ગોકુલ હોસ્પિટલ રાજકોટ તરફથી તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આંબેડકર ભવન પર સમાપન સમયે મહારેલી મહાસભામાં ફેરવાઈ હતી. જ્યાં વક્તાઓએ બાબાસાહેબનાં જીવન સંદેશ વિષે માહિતગાર કર્યા હતાં. આ સમયે સમારંભ દરમિયાન દાતાઓને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મૈત્રી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!