મોરબી સિરામિક ઉદ્યોગને ફરી મોંઘવારીનો માર સહન કરવો પડશે. ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં રૂ. 2.65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગ હાલ મંદિરના મચડે લટકી રહ્યો છે. ત્યારે ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. 2.65નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૪૩.૪૦ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરથી વધીને રૂ. ૪૬.૦૫ પ્રતિ scm થઈ ગઈ છે. ત્યારે ફરીથી સિરામિક ઉદ્યોગ ઉપર માઠી અસર વર્તાશે. તહેવારો આવતાની પહેલા જ બે રૂપિયા 50 પૈસાનો ભાવ વધારો થતા સીરામીક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ માસમાં ૧૦ દિવસ પહેલા ૨.૧૦ રુપિયાનો ભાવ વધારો થયો હતો.