મો૨બીની એડી.સેસન્સ કોર્ટ દ્વારા મો૨બી બી ડીવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં સજા ભોગવી રહેલ આરોપીઓના વિકિલોની દલીલો અને પુરાવાઓના આધારે જામીન મંજુર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મો૨બી બી ડીવી પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા મારામારીનો એક ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી તથા તેના સાથીઓ પર મનસુખ હનાભાઈ ચાવડા, હકા હનાભાઈ ચાવડા, મનીષા હનાભાઈ ચાવડા, કુસુમ હનાભાઈ ચાવડા નામના આરોપીઓએ બોલાચાલી કરી ગળો આપી ફરીયાદીને છરીના ઘા મારી દીધા હતા અને ફ૨ીયાદી ઘરે જતા રહેતા આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. અને જાનથી મા૨ી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ મો૨બી બી ડીવી પોલીસે આરોપીઓ વીરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ વગેરે મુજબનો ગુનો દાખલ કરી તમામને જેલ હવાલે કર્યા હતા.
આરોપીઓએ મોરબીના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અ૨જી દાખલ કરી હતી. તેમજ વકીલે મો૨બીની એડી સેસન્સ કોર્ટમાં દલીલ ક૨ીને જણાવેલ કે, આરોપીઓએ આવો કોઈ ગુનો ક૨ેલ નથી કયાય નાશીભાગી જાય તેમ નથી. તેમજ હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભી૨તા અને તેનો નેચ૨ જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ૨ોપી ત૨ફે મો૨બી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલત૨, હીતેશ પ૨મા૨, મનીષા સોલંકી, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા રોકાયેલા હતા.