સંભવિત બીપરજોઈ વાવાઝોડાના પગલે આશ્રયસ્થાનમાં આશરો લેતા લોકો માટે પણ જમવાની વ્યવસ્થા કરતું હળવદ બજરંગદળ
સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે હળવદ ના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે. જે અન્વયે હળવદ મામલતદાર ચિંતન આચાર્ય, નગરપાલિકા ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા તથા સ્ટાફે આ આશ્રય સ્થાનની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અને ત્યાં સ્થળાંતરિત થયેલ લોકો સાથે વાતચીત કરી તેમને કોઈ અગવડ ન પડે તે બાબતે ચોકસાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ તમામ લોકો માટે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકનાં કામદારો તેમજ નીચાણવાળા કાચા પાકા રહેઠાણ ના લોકો ને અહીં ની સ્કુલો માં સ્થળાંતર કરાયું હતું એ લોકો ને વ્યવસ્થા રૂપે ફૂટ પેકેટ વિતરણ વ્યવસ્થા હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હળવદ બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ ના નેજા હેઠળ ભાવેશભાઈ ઠક્કર તેમજ તેમની ટીમ તથા કાયકરો એ સુંદર વ્યવસ્થા કરી છે.
તેમજ આપતકાલીન સમયે વિવિધ વિસ્તારોમાં ટીમ તંત્ર સાથે ખડે પગે હાજર રહેશે તેવી પણ બાંહેધરી આપી હતી.