Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં છૂટાછેડા લેવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ આડેધડ માર માર્યો

મોરબીમાં છૂટાછેડા લેવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ આડેધડ માર માર્યો

મોરબીમાં રહેતા પ્રેમી વિરૂદ્ધ પ્રેમિકા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી યુવતીએ પોતાના પ્રેમીને તેના પત્ની સાથે છુટા છેડા લઈ પોતાની સાથે લગ્ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલ યુવકે પ્રેમિકાને માર માર્યો હતો. જે સમગ્ર મામલે યુવતીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મોરબી શનાળા રોડ પર રહેતી યુવતીને યશેષભાઈ પ્રવિણભાઈ ગોહેલ (રહે.શનાળા રોડ ગીતાંજલી વિદ્યાલય વૈભવનગર તા.જી.મોરબી) સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ યશેષના લગ્ન થયેલ હોય જેથી યુવતીએ પોતાના પ્રેમી યશેષના ઘરે જઈ કહ્યું હતું કે ‘ પહેલા પણ જાણ કરેલ હતી કે, તું તારી પત્નિ સાથે છુટા છેડા લઈ લે તેમ છતા તું કેમ છુટા છેડા લેતો નથી અને મારી સાથે કાયદેસર રીતે લગ્ન કેમ કરતો નથી?’ તેમ વાત કરતા યશેષે એકદમ ઉશ્કેરાઈ જઈ ગુસ્સે થઈ યુવતી સાથે બોલા ચાલી ઝગડો કરી મારા મારી કરી હાથથી તથા પગથી લાતોથી ઢીકા પાટુનો માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!