Monday, October 7, 2024
HomeGujaratટંકારા તાલુકાના કોરોના વોરિયર્સનુ વ્યક્તિ વિશેષ સન્માનિત કરતુ બાલાજી પેક પ્લાસ્ટિક ગ્રૂપ

ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સનુ વ્યક્તિ વિશેષ સન્માનિત કરતુ બાલાજી પેક પ્લાસ્ટિક ગ્રૂપ

સાંસદ કુડારીયા સહિત અનેક નામી અનામી હસ્તી હાજર રહી જનતાના જીવ માટે જજુમતા કર્મચારીનો આભાર વ્યક્ત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો.

- Advertisement -
- Advertisement -

ભારતના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ નિમિતે ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારી અને અધિકારીઓ દ્વારા વહેલી સવાર થી મધ્ય રાત્રી સુધી કોવિડ રસિકરણ મહા-કેમ્પ યોજી ઉમદા કાર્ય કર્યુ અને જીલ્લામાં અવલ નંબર સાથે કર્મચારી મહામારી વખતે પરીવારના સભ્યો બની રાત દિવસ મહેનત કરતા તમામ કોરોના વોરીયર્સ,આરોગ્ય વિભાગના કર્મી,108 ટિમ, પોલીસ જવાનો,મહેસુલ વિભાગ, એફ્પો સંસ્થા ટંકારા તદ્ઉપરાંત સામાજિક સંસ્થા, પત્રકાર મિત્રો સહિતના નો આભાર વ્યક્ત કરવા ટંકારા નજીકની ખજુરા હોટેલ ખાતે આયોજન કર્યું હતું


જેમા રાજકોટ સાંસદ મોહનભાઇ કુડારીયા, ભવાનભાઈ ભાગિયા,મગનભાઈ વડાવીયા, દ્દૂર્લભજીભાઈ, શંશાગભાઈ દંગી, મામલતદાર નરેન્દ્ર શુકલ ટિડીઓ હર્ષવર્ધનકુમાર જાડેજા સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં કર્મચારીને પ્રેરણાબળ પુરૂ પાડવા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ અને નેચરલ ટેકનો ફેબ ટંકારા જગદીશભાઈ પનારા ગ્રૂપ દ્વારા વિશેષ આયોજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2020 મા માર્ચ મહિનામાં આવી પડેલ વૈશ્વિક મહામારી વખતે હજારો કુટુંબને રાશનકિટ બાળકો માટે પુસ્તકો પર્યાવરણ માટે વુક્ષો દવાખાને દાખલ દર્દીના પરીવારને આર્થિક સહાય ઉપરાંત અનેક સેવાકાર્ય નો યજ્ઞ કરનાર બાલાજી ગ્રૂપ દ્વારા આજે કોરોના વોરીયર્સના સન્માન માટે અદકેરું આયોજન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!