Tuesday, December 24, 2024
HomeGujaratટંકારા ખાતે ભારતીય કિસાન સંઘ મોરબી અને આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા...

ટંકારા ખાતે ભારતીય કિસાન સંઘ મોરબી અને આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા દ્વારા બલારામ જયંતી નિમિતે યજ્ઞ કરાયો

ભારતીય કિશાન સંઘ દ્વારા અને આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારાના સયોજક તરીકે ભગવાન બલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના લતીપર ચોકડી ખાતે સવારે યજ્ઞ કરી ભગવાન બલારામ જયંતી ઉજવાઇ હતી. બલારામજીને ખેડૂતોના પાલન હાર ભગવાન માનવામાં આવે છે. તેથી મોટી સંખ્યામાં ખેડૂતો સાથે બલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

 

ટંકારા ખાતે બલારામ જયંતીની યજ્ઞ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બલારામજી ખેડૂતોના પાલન હાર ભગવાન માનવામાં આવે છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, મહિલાઓ આ દિવસે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે. આ વ્રત સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પરમ પૂજ્ય મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતિ ઊજવવામાં આવે છે. તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગે બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ પર્વમાં બલરામ અને શ્રીકૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ. જે બલારામ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન ભારતીય કિસાન સંઘ મોરબી અને સયોજક આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!