Friday, January 10, 2025
HomeGujaratરક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ

રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ

ઘુડખર અભ્યારણ્યના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

- Advertisement -
- Advertisement -

આગામી ૧૬ જૂન થી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧૨-૦૧-૧૯૭૩ના જાહેરનામા થી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ-બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભ્યારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન જંગલી ગધેડાઓના અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે.

આ અભ્યારણ્યમાં ઘુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી તેમજ સાંઢા વગેરે જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓ વાહનો લઇને કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં. દિવસ દરમિયાન ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!