Thursday, January 22, 2026
HomeGujaratરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષ નિમિત્તે મોરબીમાં ૨૨ જાન્યુઆરીએ કતલખાનાં અને...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષ નિમિત્તે મોરબીમાં ૨૨ જાન્યુઆરીએ કતલખાનાં અને માંસ વેચાણ પર પ્રતિબંધ

મોરબી: અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતા મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તમામ કતલખાનાં બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.

- Advertisement -
- Advertisement -

આગામી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવાના રહેશે તેમજ માંસ, મટન, ચીકન અને મચ્છીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મહાનગરપાલિકા દ્વારા સંબંધિત તમામ વિભાગોને આ જાહેરનામાની કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાના કમિશનરે તમામ વેપારીઓ અને નાગરિકોને આ બાબત ગંભીરતાથી લઈને સહકાર આપવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!