મોરબી તાલુકાની બંધુનગર ગ્રામપંચાયત દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શૈલેષ પટેલની સરપંચ તરીકે અને રમેશભાઈ ભાડજાની ઉપસરપંચ તરીકે તથા 8 સભ્યોની સર્વાનુમતે સમર્થનથી વરણી કરાઈ હતી.
બંધુનગર ગામમાં ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી આચારસંહિતા પણ લાગુ કરાઇ હતી. તેવા સંજોગો દરમિયાન ગામના મોવડીઓ, યુવાનો અને વડીલો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા બંધુનગર ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ કરવાનું આહવાન કરી સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગામના સરપંચ તરીકે શૈલેષ પટેલની અને ઉપસરપંચ તરીકે રમેશભાઈ ભાડજાની અને 8 સભ્યોની સર્વાનુમતે સમર્થનથી વરણી કરવામાં આવી હતી જેને તમામ ગ્રામજનોએ વધાવી હતી.