મોરબીમાં છેલ્લા સાત વર્ષથી પોતાના પિયરે રહેતી પરણિતાના પતિએ તેના ઘરે આવી ગાળા ગાળો કરતા પરણિતાનાં ભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ સાળા પર હુમલો કર્યો હતો. જેમાં યુવક ઘવાઈ જતા તેઓને સારવાર અર્થે ખસેડી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ભારતપરા શેરી.નં.૩ પંચાસર રોડ ખાતે રહેતા અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખરના બહેન સાયનાબેનના લગ્ન સોયબ હનીફભાઇ વઘાડીયા (રહે. મકરાણીવાસ મોરબી) સાથે થયેલ હોય અને તે છેલ્લા સાત વર્ષથી ઘરે પાછા આવી ગયેલ હોય અને ફરિયાદી સાથે રહેતા હોય અને ગત તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ આરોપી સોયબ હનીફભાઇ વઘાડીયા ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીના બહેન્નને ગાળો આપતો હોય જેથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા પગમાં કપાળના ભાગે મારેલ તથા તેના માતા તથા બહેનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.