હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે ઠેર ઠેર ગણેશ પંડાલોમાં બાપા ની સેવા પૂજા થતી હોય છે ત્યારે અનેક ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરે જ ગણપતિ બાપા ને બિરાજમાન કરવામાં આવતા હોય છે તેવું જ એક અનોખું આયોજન મોરબીના કુબેરનગર વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં રહેતા મહેશદાનભાઈ એ ગઢવી પોતાના ઘરે કર્યું છે.
જેમાં આ ગઢવી પરિવાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હાલમાં દરરોજ ગણપતિ બાપાનો અનોખો શણગાર કરવામાં આવતો હોય છે.ગઇકાલે પણ દેવાધિદેવ મહાદેવ ના પવિત્ર સ્થાન અમરનાથ ગુફા ની થીમ સાથે ગણપતિ બાપા ને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.આ ગણેશ ઉત્સવમાં આજુબાજુના વિસ્તારમાંથી દરરોજ ૪૦૦ જેટલા ભક્તો દર્શનાર્થે આવે છે અને દરરોજ તમામ ભક્તો માટે નાસ્તા ની વ્યવસ્થા પણ ગઢવી પરિવાર દ્વારા કરવામાં આવે છે તેમજ આગામી ૨૮ તારીખે ગણપતિ બાપા ને વિદાય આપવાની હોય જેથી વિસર્જન માં જોડાવવા ભાવિ ભક્તો ને ગઢવી પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.