મોરબી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમ તા. ૧૪/૦૫ થી ૧૮/૦૫ સુધી યોજવાનો હતો. પરંતુ વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને હાલ કાર્યક્રમ મોકુફ રખાયો છે.
BAPS સ્વામિનારાયણ મંદિર મોરબી દ્વારા તા. ૧૪/૦૫/૨૦૨૫ થી ૧૮/૦૫/૨૦૨૫ સુધી ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં સૌના સાથ સહકારથી માનવ ઉત્કર્ષ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવશે તેમજ વર્તમાન પરિસ્થિતિમાં શાંતિ સ્થપાય તે માટે સહુ અવશ્ય પ્રાર્થના કરીએ તેમ મોરબી BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે.