મોરબીમાં છેલ્લાં કેટલાક દિવસોથી મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં સ્વામી નારાયણ મંદિર દ્વારા નદીના વહેણને અટકાવવાને ગેરકાયદે ખડકેલો બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. જેમાં ઘણા સમય પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના વહીવટ કરતા દ્વારા મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં બાંધકામ ખડકી દેવાયું હતું. પણ પ્રથમ દ્રષ્ટિએ જ સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ગેરકાયદે હોવાનું દેખાતું હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હતું. જાગૃત નાગરિકોએ આ આંખા મામલાને તંત્ર સમક્ષ લાવીને પડકાર્યો હતો. જાગૃત નાગરિકોએ સ્વામી. સંસ્થાએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ કરતા કલેકટર અને ચીફ ઓફિસર સાહિત્યના અધિકારીઓએ જાત તપાસ કરતા જ બાંધકામ ગેરકાયદે હોવાનું ખુલતા અગાઉ એક મહિનાની મુદત આપ્યા બાદ ચોમાસું નજીક આવતા નગરપાલિકાએ BAPS સ્વામીનારાયણ સંસ્થાને વધારાના બાંધકામ અને દિવાલ તોડી પાડવા મંદિરના 12 જેટલા વહીવટકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસામાં નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવો નોટીસમાં ઉલ્લેખ કરતા વહીવટકર્તાઓ રેલો આવ્યો હોય તેમ સંસ્થા દ્વારા જાતે જ પોતે ખડકેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને તંત્ર પહેલા જ સંસ્થા જાતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ આ કામગીરી ગોકળગતીએ થતી હોવાનું તંત્રનાં ધ્યાને આવતા તેણા દ્વારા ફરી એક વખત 12 જેટલા વહીવટકર્તાઓને નોટિસ ફટકારી હતી.
મોરબીના મચ્છુ નદીના પટમાં ખડકી દેવામાં આવેલ દીવાલ મામલે તંત્ર દ્વારા અગાઉ આપવામાં આવેલ નોટીસની BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા ગંભીરતા ન લેવાઈ હતી. જેથી ફરી પાલિકાએ સ્વામીનારાયણ મંદિર સહીત ૧૨ લોકોને નોટીસ ફટકારી હતી. અને તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા અગાઉ બબ્બે વખત નોટીસ આપી હતી. પણ નાના પિલરનું દબાણ દુર કરવા નાના મશીનથી કામગીરી લેવાઈ હતી. જેમાં બાંધકામ દુર કરવાની પ્રક્રિયા કરો છો એવું બતાવવા માટે જ કાર્ય કરવામાં આવ્યું હોવાનો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ૨૪ કલાકમાં દબાણ દુર કરવા મોરબી પાલિકાએ ફરી નોટીસ આપી હતી. જેની ગંભીર નોંધ લેવા તાકીદ કરી હતી. ત્યારે લોકહિતને ધ્યાનમાં રાખીને મચ્છુ નદીના વહેણમાં કરેલ દબાણ દૂર કરવામાં ધાર્મિક સંસ્થા નીરસ હોય તેવું લાગી રહ્યું છે.