ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજયનાં ધારાશાસ્ત્રીઓનાં કલ્યાણ માટે રૂપિયા છ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરતા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યકત કરવામા આવ્યો હતો.
ગુજરાત સરકારના બજેટ સત્રમાં સમગ્ર ગુજરાતનાં વકીલોનાં લાભાર્થે રૂપિયા છ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે જેથી વકીલોમાં આનંદ છવાયો છે સાથે સાથે આ અગાઉ પણ સરકારે ઇ-લાયબ્રેરી માટે રૂપિયા સવા બે કરોડ તેમજ સમગ્ર ગુજરાતનાં વકીલોનાં વેલફેર ફંડનાં લાભાર્થે રૂપિયા પાચ કરોડની ફાળવણી કરી હતી જેને પગલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ તથા ભા.જ.પ પ્રદેશ લીગલ સેલનાં કન્વીનર અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં પૂર્વ ચેરમેન જે.જે.પટેલ સહિતનાઓનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરકુમાર આર.ત્રિવેદી, વાઇસ ચેરમેન કરણસિહ બી . વાઘેલા તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન મનોજ એમ. અનડકટે આભાર વ્યક્ત કર્યો હતો.