મોરબીમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ સ્વચ્છા નહીં જાળવતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરાવમાં આવી છે. અને મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટા જાહેર કરવામાં આવ્યા છે.
મોરબીમાં જાહેરમાં ગંદકી કરતાં તથા જાહેરમાં શૌચક્રિયા કરતા લોકોની હવે ખેર નથી. મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટા જાહેર કરવામાં આવ્યા છે. આટલું જ નહિ લોકોને પાઠ ભણાવવા માટે મનપા દ્વારા જાહેરમાં શૌચક્રિયા કરતા ઇસમોના ફોટો મુખ્ય રસ્તા પર બેનરમાં જાહેર કરવામાં આવ્યા છે. ગંદકી, પાણીનો વ્યય, શૌચક્રિયા થૂંકવા, દબાણ કરવા અને બાંધકામનો સમાન અને કાટમાળ જાહેરમાં રાખવા પર દંડનીય કાર્યવાહી થશે.