Sunday, January 12, 2025
HomeGujaratઅનરાધાર મેહ માટે તૈયાર રહેજો:મો હુઝણાથી મોરબી જીલ્લામાં મેઘો મંડાઈ જવાની આગાહી

અનરાધાર મેહ માટે તૈયાર રહેજો:મો હુઝણાથી મોરબી જીલ્લામાં મેઘો મંડાઈ જવાની આગાહી

લાગલગાટ બંગાળની ખાડીમાં બિજી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે જાણીતા ગુજરાત વેધરમેન અંકિત પટેલ

- Advertisement -
- Advertisement -

Madden Julian oscillation હાલમાં ફેઝ 5 માં રહેલો છે જેનો amplitude 1 થી વધારે છે. આગામી લગભગ એકાદ અઠવાડિયું MJO ફેઝ 5 માં જ રહેશે જેની અસર હેઠળ બંગાળની ખાડીમાં વાદળો બનવાની પ્રક્રિયા તેમજ વરસાદી ગતિવિધિઓને વેગ મળી શકે છે.

BSISO નો 10-20 દિવસનો પશ્ચિમ તરફ પસાર થતો પ્રકાર સક્રિય હોવાથી પશ્ચિમ પ્રસાંત મહાસાગર > દક્ષિણ ચાઈના સાગર તરફથી voriticty, moisture બંગાળની ખાડી > ભારતીય ઉપખંડ તરફ સ્થળાંતરિત થતી રહશે અને જેની અસર હેઠળ આગામી 10 દિવસ દરમિયાન બંગાળની ખાડીમાં એક પછી એક લો-પ્રેશર સર્જાઈ શકે છે. લો પ્રેશર મોટાભાગે મોનસૂન ટ્રફ ને સમાંતર પશ્ચિમ અથવા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતાં જોવા મળતા હોય છે.

ગુજરાત:- 15-20 July

મોનસૂન ટ્રફ તેની સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે. મોનસૂન ટ્રફ આગામી 4-5 દિવસ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં રહેશે. મોનસૂન ટ્રફ નો પશ્ચિમ છેડો આગાહી સમયગાળા દરમિયાન ગુજરાત તેમજ દક્ષિણ/મધ્ય રાજસ્થાનના ભાગોમાંથી પસાર થશે.

લો પ્રેશર ઉત્તરપશ્ચિમ-પશ્ચિમમધ્ય બંગાળની ખાડી પર દક્ષિણ ઓડિશા કાંઠા પાસે રહેલું છે. જેને આનુસંગિક UAC (અપર એર સેક્યુલેશન)દરિયાઈ લેવલથી ૭.૬ km ઊંચાઈ સુધી ફેલાયેલું છે. જે ઊંચાઈ પર જતા દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઝૂકેલું છે.

લો પ્રેશર /આનુસંગિક યુએસી/ટ્રફ અથવા એમાનું કોઈ એક પરિબળ ઉત્તર પૂર્વ અરબ સાગર, ગુજરાત અને સંલગ્ન વિસ્તારો પર આગાહી સમયગાળા દરમિયાન છવાયેલું રહેશે.

ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત કાંઠા થી ઉત્તર કેરળ કાંઠા સુધી સક્રિય છે, જે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત કાંઠા સુધી સક્રિય રહેશે.

ઉપરોક્ત પરિબળોની અસર હેઠળ તા 15 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ સર્જાશે. રાજયમાં મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ થી ભારે તેમજ ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડ આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે /અંત્યંત ભારે વરસાદની સંભાવના છે, અત્યંત ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 10 થી 15 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

તા. 19,20 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર રચાઈ શકે છે. જેના વિશે વધુ માહિતી મળ્યે જાણવવામા આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!