બિયરના ચાર ટીન અને મોટર સાયકલ મૂકી ચાલક નાસી ગયો.
વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિઝ નજીક તાલુકા પોલીસ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન મોટર સાયકલ ઉપર બિયરના ટીનની હેરાફેરી ઝડપી લેવામાં આવી હતી, જેમાં બિયરના ૪ નંગ ટીન અને મોટરસાયકલ મૂકીને ચાલક નાસી ગયો હતો, જેથી વાંકાનેર તાલુકા પોલીસે મોટર સાયકલ રજી.નં. જીજે-૧૩-એપી-૯૧૯૩ તથા બિયર ટીન ૪ નંગ સહિત કિ.રૂ.૨૫,૪૯૨/-નો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી મોટર સાયકલ ચાલકને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલ પોલીસે નાસી ગયેલ આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.