મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી હરિહર બાપુ અને તેમના શિષ્ય. ભીમદાસ બાપુના સહયોગ થી આગામી ૨૮/૧૧ થી આ કથાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે હળવદના સુંદરગઢ શિરોઈ ખાતે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રી જયંતીભાઈ શાસ્ત્રીજીના સ્વ મુખે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સર્વે વિશ્વકર્મા જ્ઞાતિ પરિવાર આ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યો છે. ઉપરાંત કથા દરમિયાન ૩/૧૨ ના રોજ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૪/૧૨ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે તો કથાનું શ્રાવણ કરવા તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









