મોરબી ડો.બાબા સાહેબ આંબેડકરના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિના હેતુ માટે સમાજના નવયુવાનો દ્વારા બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.
જે ગઇકાલના રોજ મળેલ મિટિંગમાં સભ્યોના સંમતિથી ઠરાવ તથા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આકાશ પરમાર, ઉપપ્રમુખ અરવિંદ બોસિયા, મંત્રી સાવન સોલંકી, સહમંત્રી ભરત ભંખોડીયા, ખજાનચી રમેશ સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી.