મોરબી ફાયર વિભાગની ટીમ આમ તો હર હમેશ સ્ટેન્ડ બાય મોડ પર હોય છે અને આગ લાગ્યા ના બનાવ સ્થળે ઝડપથી પહોચીને કામગીરી હાથ ધરે છે સાથે જ લોકોને ફાયર સેફ્ટી વસાવવા માટે પણ મોરબી ફાયર વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે અને હોસ્પિટલો, એપાર્ટમેન્ટ,સ્કૂલ જેવા જગ્યાએ ફાયર સેફ્ટી ના સાધનો વસાવવાનો ફાયદો અને સાધનો વાપરવા ની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.ત્યારે આજે એક નાગરિકે અન્ય એપાર્ટમેન્ટમાં વસાવેલ ફાયર સેફ્ટી લઈ આવીને સમયસર સદઉપયોગ કરતા આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.
જે બનાવની વિગત પ્રમાણે મોરબી ફાયર કંટ્રોલ રૂમ પર સાંજે ૭:૧૫ વાગ્યે કોલ આવ્યો હતો કે રવાપર ગામ માં આવેલ ધી ગાર્ડન એપાર્ટમેન્ટ ના ત્રીજા માળે એપાર્ટમેન્ટમાં રૂમમાં આગ લાગી છે.ત્યારે મોરબી ફાયરના જવાનો બનાવ સ્થળે પહોંચવા રવાના થયા હતા પરંતુ જવાનો પહોંચે તે પહેલા જાગૃત નાગરિકે સામેના એપાર્ટમેન્ટમાંથી (Fire Extinguisher) ફાયરની બોટલની મદદથી આગ પર કંટ્રોલ કરેલ વધારે નુકસાન થતું અટકાવી દીધું હતું.આગ લાગવાનું કારણ જણાવ્યા મુજબ ફ્લેટ ના માલિક યોગેશભાઈ પ્રેમદાસ રામાવત ઘરમાં મંદિરમાં દીવાધૂપ કરી અને બહાર ગયેલ હતા.તે દરમિયાન મંદિરના દિવા ની જ્યોત આજુ બાજુના સમાન ને અડી જતાં આગ લાગેલ હતી.જે દૃશ્ય સામેના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા લોકોને ધ્યાને પડતાં તુરંત આજુબાજુના લોકોને અને ફાયર વિભાગને જાણ કરી ને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી પોતના ફાયર સેફ્ટી સાધનો વડે પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરી લીધો હતો અને કાબૂ મેળવીને મોટું જાન માલ નુ નુકશાન થતા અટકાવી લીધું હતું.