મોરબીમાં સોની વેપારીઓનુ લાખો રૂપિયાની રકમનું સોનુ ગપચાવી બંગાળી શખ્સ રફુચક્કર થઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી બંગાળી શખ્સને ઝડપી લેવા પોલીસ તપાસ હાથ ધરી છે તેમજ આ શખ્સે અનેક મહાજનોનુ કટકે સોનુ લઈને પરત આપ્યું નહોતું જેથી અનેક વેપારીઓ છેતરાયા હોવાનુ જાણવા મળે છે.
મોરબીના સોની વેપારી વિરલભાઈ મનહરભાઈ આડેસરા તથા અન્ય સોની વેપારીઓને મુળ બંગાળના ધનશયામ ભાસ્કરભાઈ સરદારને( હાલ ગાંધી બજાર હવેલી, મોરબી) એકાદ વર્ષની અંદર કટકે કુલ ૪૨૦ ગ્રામ સોનુ જેની કિંમત ૧૨,૬૦૦૦૦ જેવી થાય છે તે સોનુ બનાવવા આપેલ હોય જે પરત આપેલ ન હતુ તેમજ અન્ય સોની વેપારીઓના પણ ધરેણા બનાવવા લઈ જય પરત આપેલ ન હોય અને ફરાર થઈ જતા વિરલભાઈએ બંગાળી શખસ સામે ૪૨૦, ૪૦૬ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ આ શખ્સ અનેક વેપારીઓના બનાવવા આપેલ ધરેણા પણ પરત ન આપયા હોય લાખોનું સોનુ ગપચાવી રફુચક્કર થઈ ગયો હતો