મોરબીમાં પોલીસે સટ્ટોડિયાઓ પર શિકંજો કસ્યો છે, મોરબીમાં સટ્ટો રમતા 9 શખ્સોને બી ડિવીઝન પોલીસે રંગેહાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જયારે બે આરોપીને વોંન્ટર્ડ જાહેર કર્યા છે. પોલીસે એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આ ક્રિકેટ પર રમાઇ રહેલા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીની ઋષભ સોસાયટીના ગેઇટ પાસે અભી પેલેસ બિલ્ડીંગના ૧૦૧ તથા ૨૦૧ નંબરના રહેણાંક ફલેટમાં સટ્ટો રમાઈ તથા રમાડાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી લેપટોપ, મોબાઇલ ફોનથી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચેની ક્રિક્રેટ સીરીજ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓ I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી-જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમી રમાડતા અજયભાઇ કરશનભાઇ બાકુ (રહે.મુળ ખીરધર ગામ તા.તાલાલા જી.ગીરસોમનાથ હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), વિક્રમભાઇ નાનજીભાઇ જોષી (રહે.ભટાસણ ગામ તા.સુઇ જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), નિકુલભાઇ ભુરાભાઇ આશલ (રહે.ખરડોલ તા.વાવ જી.બનાસકાંઠા રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી (રહે.વડાણા તાલુકો ભાભર જીલ્લો-બનાસકાંઠા હાલ રહે અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા (રહે.એટા ગામ તા.વાવ જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), હસમુખભાઇ શિવરામભાઇ આશલ (રહે.ખરડોલ તા.વાવ જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), નવીનભાઇ ગંગારામભાઇ જોષી (રહે.વામી તા.થરાદ જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી), અશોકભાઇ ભુરાભાઇ જોષી (રહે.તેતરવા તા.ભાભોર જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી) તથા પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ (રહે.નેસડા તા.સુઇગામ જી.બનાસકાંઠા હાલ રહે. અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી) નામના આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ૪ લેપટોપ, ૧૭ મોબાઈલ સહીત રૂ.૨,૬૦,૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે જય લલિતભાઇ અધેરા (રહે.મોરબી) તથા મિત જયેશભાઇ કાલરીયા (રહે.રાજકોટ) નામના શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા તેમને પકડવા ચક્રો ગાતિમાન કરવામાં આવ્યા છે.