Tuesday, November 19, 2024
HomeGujaratચેતજો ! મોરબીમાં મુસાફરોનુ રજિસ્ટ્રેશન ન કરતા ત્રણ હોટેલ સંચાલક અને શ્રમિકોનુ...

ચેતજો ! મોરબીમાં મુસાફરોનુ રજિસ્ટ્રેશન ન કરતા ત્રણ હોટેલ સંચાલક અને શ્રમિકોનુ રજિસ્ટ્રેશન ન કરાવતા ૧૩ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાઈ

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહયા હોય ત્યારે ગુન્હાખોરી અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને ભાડુઆતોની નોંધ માટે એસ્યોર મોરબી એપ અમલી બનાવી હોવા છતાં પણ લોકો દ્વારા આવી નોંધ ન કરાતી હોય મોરબી પોલીસ દ્વારા જિલ્લાના જાહેરનામા ભંગ સબબ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શ્રમિકોનુ રજિસ્ટ્રેશન ન કરાવતા ૧૩ કોન્ટ્રાક્ટ તેમજ મુસાફરોનુ રજિસ્ટ્રેશન ન કરતા ત્રણ હોટેલ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાઘપર ગામની સીમમાં આવેલ શિવ મિનરલના માલિક દિનેશ નરભેરામભાઈ બાવરવા તેમજ ટંકારાના ધ્રોલિયા ગામના જોધાભાઈ વાલાભાઈ ઝાપડા અને અમરાપર રોડ ઉપર હુસેની પોલ્ટ્રી ફાર્મના ઉસ્માનભાઈ વલીભાઈ બાદી તથા લતીપર ચોકડીએ ભંગારના ધંધાર્થી સાંવરલાલ હરજીરામ ગુર્જર મળી આવ્યા હતા. કે જેઓએ પોતાને ત્યાં કામ કરતા મજૂરોના MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હતું. જેમની સાથે સાથે જુના ઘુટુ રોડ ઉપર વિકાસ સીરામીક કારખાનાના લેબર કોન્ટ્રાકટર હેમંતકુમાર રામેશ્વરનાથ ગુપ્તા, પીપળી ગામની સીમમાં એલડોરાડો રોકસ્ટોન કારખાનાના કોન્ટ્રાકટર લેબાજી ખેમાજી ઠાકોર, લીલાપર ગામની સીમમાં ઇટનો ભઠ્ઠો ધરાવતા ધર્મેશ ચંદુલાલ પાટડીયા, વાંકાનેમાં રાજા વડલા ગામની સીમમાં આવેલ હામવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાકટર સોકત રહમાનભાઈ સિંધી, પીપળી ગામની સીમમાં આવેલ પૂજા મિનરલના માલિક મનીષ રમેશભાઈ કોટડીયા, માળીયામાં માળીયા જામનગર હાઇવે ઉપર સિવાયા એગ્રીકોમના સુપરવાઈઝર વિરલ જયેશભાઇ માનસરા, વાંકાનેરમાં સિગ્નેચર સિરામિકના કોન્ટ્રાકટર દેવરાજ હરિલાલ પરમાર વિરુદ્ધ, ખાખરેચી ગામની સીમમાં વાઈટ ટોન માઇક્રોન નામના કારખાનાના કોન્ટ્રાકટર લલીતભાઈ હરજીભાઈ ફેફર અને હળવદ જીઆઇડીસીમા લક્ષ્મી ગવાર નામના કારખાનાના કોન્ટ્રાકટર ઋષિકેશસિંગ શ્રીબદ્રીનાથ ઠાકુર સહિતના કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.

આ ઉપરાંત હોટેલ સંચલકોએ પણ મુસાફરોની માહિતી પથિક એપમાં રજીસ્ટર કરવાની હોય છે. જેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ રજીસ્ટર ન કરાવીને જાહેરનામાનો ભંગ કરતા હોટેલ સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબીના ટીંબડી પાટીયા પાસે અશ્વમેઘ હોટલના દેવરાજસંગ બનેસંગ ભાટીયા અને જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના સંચાલક ચેતન કાળુભાઇ મકવાણા તેમજ રવાપર રોડ ઉપર ક્રિમ પેલેસ હોટલના સંચાલક રાકેશ તુલસીભાઈ ભોજવાણી વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ ન કરી જાહેરનામાંનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!