Tuesday, December 24, 2024
HomeGujaratખિસ્સા કાતરૂ થી સાવધાન:વાંકાનેરમાં કપાસ વેચી રિક્ષામાં પરત જતાં ખેડૂતના ખીસામાંથી રોકડ...

ખિસ્સા કાતરૂ થી સાવધાન:વાંકાનેરમાં કપાસ વેચી રિક્ષામાં પરત જતાં ખેડૂતના ખીસામાંથી રોકડ રકમની ચોરી

વાંકાનેરમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસનું વેચાણ કરી રિક્ષામાં પરત ફરી રહેલ ખેડૂતના ખિસ્સામાં રહેલ અને કપાસ વેચાણ અર્થે આવેલ રોકડ રકમ ની તેની સાથે રિક્ષામાં બેસલ ઈસમ ચોરી કરી લઈ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં ખેરવા પૃથુભા ઝાલાની વાડીની ઓરડીમા રહેતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા ગત તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાની કપાસનું વાંકાનેર માર્કેટીંગ યાર્ડમા વેચાણ કરી જી.જે ૫૯૮૫ નંબરની સી.એન.જી. રીક્ષામાં કપાસ વેચી તેમાંથી મળેલ રૂ.૫૬,૭૦૦/- લઇ જઈ રહ્યો હતો. ત્યારે તે જ રિક્ષામાં તેની સાથે બેસેલ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના ઈસમે ખેડૂતને ખબર ન પડે તે રીતે તેના ખિસ્સામાં રહેલ રૂ.૫૬,૭૦૦/-ની ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી હતી. જે મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!