Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીના ભડિયાદ ગામે નવયુગલે લગ્નના માંડવેથી સીધા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

મોરબીના ભડિયાદ ગામે નવયુગલે લગ્નના માંડવેથી સીધા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

ચૂંટણીનું પર્વ ઉજવવા માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ મહાપર્વની ઉજવણી કરી મત આપવાનું પવિત્ર કાર્ય કરે છે. મત આપવો એ આપણી નૈતિક ફરજ છે ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી વેળાએ મતદાનના દિવસે જ અહીંના ભડીયાદ ગામમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન નિર્ધાર્યા હતા. જોગાનુજોગ મતદાનના દિવસે જ તેમના લગ્ન હોવા છતાં તેઓએ પોતાની ફરજ અદા કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા વિધાનસભાનાં મતવિસ્તારમાં આવેલ ભડીયાદ ગામમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિ સજોડે લગ્નના દિવસે જ લગ્નના માંડવે થી સીધા જ મતદાન મથકે આવીને મતદાન કર્યું હતું.

આ નવદંપતિ લગ્નના પહેરવેશ અને સજ્જામાં મતદાન મથકે પહોંચતા અન્ય મતદારો અને મતદાર મથકના કર્મચારીઓ પણ પ્રભાવીત થયા હતા. નામ એવા જ ગુણ ફેલાવતી નવવિવાહિતા જાગૃતિએ લગ્નમંડપથી સીધા મતદાન મથકએ મતદાન કરી મતદારોમાં ફેલાવેલી જાગૃતિને ગ્રામજનોએ પણ આવકારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!