મોરબી માં ગત વર્ષે બનેલ ગોઝારી દુર્ધટના ને આગની ૩૦ સપ્ટેમ્બર ના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે દુર્ધટના સ્થળ પર ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના સામાજિક કાર્યકરો અજયભાઈ વાઘાણી ,રાજુભાઈ દવે અને જગદીશભાઈ બાંભણીયા એ ઝૂલતા પુલ દિવંગતો ના મોક્ષાર્થે અગાઉ મોક્ષ હવન કર્યો હતો અને ત્યારે જ દિવંગતો ના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજવાનો સંકલ્પ લીધો હતો.જે સંકલ્પ પૂરો કરી ને આજથી આ ભાગવત સપ્તાહ શરૃ કરવામાં આવી છે.તેમજ આ સપ્તાહ ઝૂલતા પુલ દુર્ધટના સ્થળ પર જ યોજાઇ રહી છે.અને કોઈ પણ રાજકીય કે અન્ય સ્વાર્થ વગર માત્ર માનવતા ના ધોરણે સામાજિક કાર્યકરો એ નાનું પણ લાગણી સભર આયોજન કર્યું છે.અને આ સપ્તાહમાં ઝૂલતા પુલ મૃતક પરિજનો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે અને દરરોજ તેઓના હસ્તે પોથિજી ની આરતી પણ કરાવવામાં આવશે.અને સપ્તાહના અંતિમ દિવસે એટલેકે ગોઝારી દુર્ઘટનાના દિવસ ૩૦ ઓકટોબર ના રોજ અહીંયા હવન પણ યોજવામાં આવશે.