મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. મોરબીમાં બનેલી આ ઘટનાને સાંભળતા જ આજે પણ લોકોના રૂંવાડા ઉભા થઈ જાય છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓના મોક્ષાર્થે સમાજ સેવકો દ્વારા ભાગવન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુસંધાને આજરોજ દ્વારકા ખાતે ગોમતીઘાટમાં ફુલ પધરાવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર અજયભાઈ વાઘાણી, જગદીશભાઈ બાંભણિયા, રાજુભાઈ દવે, ધનજીભાઈ સંખેસરીયા તથા ભાણજીભાઈ ડાભીએ દ્વારકા પહોંચીને ભારે જેમહત ઉઠાવી હતી.