હાલ મોરબીમાં ભાગવતાચાર્ય રમેશ ઓઝાની કથા ચાલી રહી છે, ત્યારે ગઇકાલે કથાકાર રમેશભાઈ ઓઝાએ રખડતા ઢોર મામલે ઢોરને રખડતા મુકી દેનારા માલધારીઓને આડે હાથ લીધા હતા. ત્યારબાદ માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈ મોરબીમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી બોલાયેલા શબ્દો મામલે માલધારી સમાજની માફી માંગી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, ભાઈશ્રી એ ગઇકાલે કથા દરમ્યાન ગાયોને રખડતી મૂકી દેતા માલધારી સમાજને દૂધ લેવાનો હકક નથી તેવુ કહી ટકોર કરી હતી. જો કે, આજે ભાઈશ્રીએ આં કોઈ એક સમાજને નહિ પણ પશુપાલકોને કહેવું જોઈએ તેવું કહી તેઓએ પોતાની ભૂલ કબૂલી હતી.