આજકાલ નશાની આદત સામાન્ય બનતી જઇ રહી છે. અને દેશનું યુવાધન આ નશાની લતનો શિકાર બની રહ્યો છે. ત્યારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ તેની સપ્તાહ દરમિયાન યુવાનોની નશાની લતને લઈ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, નશાની પરાધિનતા લોકોને દુઃખી બનાવે છે.
મોરબીમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જેનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેઓએ તેમની સપ્તાહ દરમિયાન યુવાનોની નશાની લતને લઈ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, યુવાનો નશો કરી રહ્યા છે ,યુવાનો પરાધીન છે તે જ દુઃખનું કારણ છે. પરાધિનતા લોકોને દુઃખી બનાવે છે. યુવાનો તમાકુ, દારૂ અને ડ્રગ્સનાં રવાડે ચડી ગયા છે. આં દેશને ખોખલો કરવા પાડોશી દેશોનું કાવતરું છે. ડ્રગ્સનાં પાંચ ડોલર માટે લોકો અમેરિકામાં શૂટ કરી નાખે છે. તેમ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સપ્તાહ દરમિયાન ભક્તોને જણાવ્યું હતું.