Tuesday, November 19, 2024
HomeGujaratસંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના પંચસુત્રી સિધ્ધાંતોને વરેલી ભારત વિકાસ પરિષદની...

સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના પંચસુત્રી સિધ્ધાંતોને વરેલી ભારત વિકાસ પરિષદની શાખાનો હળવદમાં શુભારંભ

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય, અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1500 કરતા વધુ શાખા છે. જેમાં વધુ એક હળવદ શાખાનો ઉમેરો થયો છે.

- Advertisement -
- Advertisement -

ભારત વિકાસ પરિષદના જણાવ્યા અનુસાર, સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણના પંચસુત્રી સિધ્ધાંતોને વરેલી અને સમગ્ર દેશમાં 1500 થી વધુ શાખાઓ ધરાવતા ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની હળવદ શાખાનો શુભારંભનો કાર્યક્રમ નિલકંઠ મહાદેવના સાનિધ્યમાં રાણેકપર ખાતે યોજાયો હતો. જેમાં પ.પૂ. સહજાનંદગીરીજી મહારાજ, પ.પૂ. દિપકદાસજી, ભારત વિકાસ પરિષદના રીજીયન જોઈન્ટ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, રીજીયન સેક્રેટરી રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રાંત પ્રમુખ પ્રફુલભાઈ ગૌસ્વામી, કરશનભાઈ મેતા, નવલભાઈ શુક્લ, બિપીનભાઈ દવે, શૈલેષભાઈ પટેલ, પ્રભુભાઈ બાબરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ દેથરીયા, મંત્રી તરીકે પરેશભાઈ અનડકટ, ખજાનચી તરીકે નરેન્દ્રસિંહ રાણા તથા મહિલા સંયોજીકા તરીકે પુષ્પાબેન રાઠોડની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ આગેવાનોએ નવી ટીમની વરણીને આવકારી આગામી દિવસોમાં રાષ્ટ્ર ભાવ સાથે સેવાના ઉદેશ્યોને સાર્થક કરવા શપથ લિધી હતી. આ અવસરે મોરબીથી ડો. પનારા સાહેબ, હિંમતભાઈ તથા દિલિપભાઈ, રાજકોટથી બકુલભાઈ અને ભરતભાઈ તથા સુરેન્દ્રનગરથી તેજબહાદુરસિંહ, અશોકભાઈ, રાજેન્દ્રસિંહ, કિશનભાઈ તથા સ્થાનિક અગ્રણીઓ ડો. સી. ટી. પટેલ, ડો વડાવિઆ, દેવેનભાઈ ગઢીયા, તપનભાઈ દવે, શંકરભાઈ પરેચા સહિતના સ્થાનિક અગ્રણીઓ સહપરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!