Tuesday, December 24, 2024
HomeGujaratભારતીય જનતા પાર્ટી હળવદ શહેર ના ઉપ પ્રમુખ તરીકે હસમુખભાઈ પ્રજાપતિ ની...

ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર ના ઉપ પ્રમુખ તરીકે હસમુખભાઈ પ્રજાપતિ ની વરણી

હળવદ ના સેવાભાવી યુવાન સામાજિક કાર્યકર ની શહેર ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી થતાં પ્રજાપતિ સમાજમાં હર્ષની લાગણી

- Advertisement -
- Advertisement -

હળવદ માં વર્ષો થી સેવાકીય કાર્યો સાથે જોડાયેલાઅને હળવદ પ્રજાપતિ સમાજનું ગૌરવ એવા હસમુખભાઈ (બુધાભાઈ) પ્રજાપતિ ની હળવદ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે વર્ણી થતા પ્રજાપતિ સમાજમાં હષૅની લાગણી ફેલાઇ છે.હસમુખભાઈ (બુધાભાઈ.પકોડાવાળા)નાની ઉંમર થી જ સેવાભાવી. માનવ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે અંધ અપંગ અશક્ત ગૌમાતા ની સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે અનેક સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પમાં, અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ ની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે, સાથે સાથે સવરોગ નિદાન કેમ્પ, સારવાર કેમ્પનું આયોજન માં નિમિત બની રહ્યા છે.છેવાડાના લોકો માટે હંમેશાં કાર્યરત હોય છે. ભારતીય જનતા પાર્ટી માં વર્ષો થી નિષ્ઠા અને પ્રામાણિકતા થી કાર્ય કરી રહ્યા છે, ત્યારે પાર્ટીએ તેમની કદર કરીને
હળવદ શહેર ભાજપ ના ઉપ પ્રમુખ તરીકે હસમુખભાઈ (બુધાભાઈ)પ્રજાપતિ વરણી કરાતા પ્રજાપતિ સમાજમાં હષૅની લાગણી ફેલાઇ છે. ભાજપના આગેવાનો કાર્યકરો તથા મિત્રો વડીલો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 92277 24391અને સોશિયલ મીડિયાના માધ્યમમો માં શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!