Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત PMSKY WDC 2.0 પ્રોજેક્ટ આપવા...

મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત PMSKY WDC 2.0 પ્રોજેક્ટ આપવા ભારતીય કિસાન સંઘની માંગ

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના(PMSKY WDC 2.0) ગુજરાતમાં ફાળવવામાં આવેલ છે. જેમાં ગુજરાતમાં ૩૩ જીલ્લામાંથી ૩૨ જીલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામા આવેલ છે. ફકત એક મોરબી જિલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી નથી. તેથી પ્રોજેકટ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફાળવવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘે માંગ કરી છે…

- Advertisement -
- Advertisement -

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના(PMSKY WDC 2.0) ગુજરાતમાં ફાળવવામાં આવેલ છે. જેમાં ગુજરાતમાં ૩૩ જીલ્લામાંથી ૩૨ જીલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામા આવેલ છે. ફકત એક મોરબી જિલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી નથી. તેથી પ્રોજેકટ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફાળવવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરાઈ છે. તેમજ વધુમાં આ પ્રોજેકટ ખેડુતો માટે ખુબ જ ઉપયોગી થાય છે. તેમજ ખેડુતોની જીવાદોરી સમાન છે. પ્રોજેકટમાં નવા તળાવ, નવા ચેકડેમ, જુના/નવા તળાવ ઉંડા ઉતારવા, ખેતરપાળા, ખેત તલાવડી, વિગેરે જેવા જળસંચયનાં કામો થાય છે. તેમજ જમીન વિહોણા લોકો માટે લાઇવ્લીહુડ તથા માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ આ જીવીકાનાં સાધનો, ખેત ઓજારો વિગેરે આપવામાં આવે છે. તેમજ મોરબી જીલ્લાના આજુ બાજુના તમામ જિલ્લાઓમાં PMSKY WDC 2.0 પ્રોજેકટ હાલ કાર્યરત છે. તેમજ મોરબી જિલ્લાની ભૌગોલીક સ્થિતિ કચ્છ-જામનગર-રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાને અનુરૂપ હોય તો મોરબી જિલ્લાને પણ ભૌગોલીક પરિસ્થિતિ મુજબ PMSKY WDC 2.0 પ્રોજેકટ ફાળવવામાં આવે તેવી કલેકટર પાસે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!