રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ટેક્નીકલ કારણોસર ઓનલાઇન અરજી થતી ન હોવાથી સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫, માટે I khedut પોર્ટલ તા. ૧૮-૦૬-૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ હતુ. પણ ટેક્નીકલ કારણોસર ઓનલાઇન અરજી કરવામાં ખેડુતોને મુશ્કેલી પડેલ છે. સવારથી ખેડુતો પોતાનુ કામ મુકીને સરકારની યોજનાનો લાભ લેવા માતે ગ્રામ પંચાયત કચેરી તેમજ ઓનલાઇન સેન્ટર ખાતે ખેડુતો બધા લાઇનમાં બેસી ગયેલ પણ ખેડુતોને બપોરના ૧:૦૦ વાગ્યા સુધી વેબસાઇટ બંધ બતાવતી હોવાથી અરજી કરવામાં મુશ્કેલ પડેલ છે અને સરકારની યોજના વહેલા તે પહેલા હોવાથી ટાર્ગેટ પુરો થય જાય છે. જો હવે અત્યારે પોર્ટલ ચાલુ થાય તો સાચા લાભાર્થી રહી જાય છે અને જાણકાર અરજી કરી નાખે છે. તો । khedut પોર્ટલની નવી તારીખ આપવામા આવે જેથી કરીને સાચા અરજદાર સરકારની યોજનાનો લાભ લય શકે. તેમ ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે.