મોરબી સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં આજ રોજ અભ્યાસની સાથે વ્યવસાયિક બુદ્ધિ કેળવાય અને Start Up બિઝનેસને પ્રાધાન્ય અપાય એ માટે Bharti Child Business Fair ઉજવાયો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી હરેશભાઇ બોપલીયા (પ્રમુખ – મોરબી સીરામીક એશોશીયેશન) ના હાથે કરવામાં આવેલ તે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી લાલજીભાઈ મહેતા ( શાળા સ્થાપક ) રવિન્દ્રભાઈ ત્રિવેદી ( શિક્ષણવિદ અને પ્રમુખ – સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ) તેમજ ઘનશ્યામસિંહ ઝાલા,અમિતભાઇ પંડ્યા પધારેલ.આ વ્યવસાયિક મેળામાં મહેમાનોઓએ વિદ્યાર્થીઓને નાના શરૂઆત થી મોટા ઉધોગ સુધી પહોંચવા માટેના રસ્તા અને મહેનતનું માર્ગદર્શન આપેલ.
ભારતી ચાઈલ્ડ બિઝનેસ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સેન્ડવીચ, હેન્ડીક્રાફ્ટ, પફ – મકાઈ, નર્સરી છોડ, કલર અને લાઈટ, ગેમ ઝોન, સરબત, મીઠાઈ, ભૂંગરા બટેકા અને રમકડાંના સ્ટોલ બનાવેલ.જેમાં પિત્રોડા સરબત શોપ કે જેમણે સૌથી વધુ 3300 જેટલા રૂપિયાનો ચોખ્ખો નફો એકઠો કરેલ.
કાર્યક્રમના અંતે શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ તમામ નાના બિઝનેસ મેનને અભિનંદન પાઠવેલ અને આવી રીતે ભવિષ્યમાં પણ મોટા ઉધોગ ના માલિકો બનો એવી શુભકામના પાઠવેલ. શાળા સંચાલક શ્રી વિવેકભાઈ મહેતા અને કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવતા શાળાના શિક્ષકો અને વાલીશ્રીનો આભાર વ્યક્ત કરેલ..