ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાઇવે ઉપર અવરું જગ્યાએ ટ્રકના ડ્રાઇવરોને ઊભા રાખી ઢોર માર મારી ધાડ કરતી રાજસ્થાની કંજર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓને પકડી ધાડના ૪ તથા ચોરીના ૧ ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે…
મળતી માહિતી અનુસાર, ગત તા. ૧૫/૪/૨૪ ના રોજ ફરિયાદી તથા ભોગ બનનાર મોટર સાયકલ સાથે ખરોડ જતાં હતાં. જે વખતે સુરત થી અંકેશ્વર રોડ ટ્રેક પર ભારત પેટ્રોલ પંપ નજીક રાજસ્થાન પાસિંગની ટ્રક ઊભી હોય ત્યાં ઊભા રહેતા ખુલ્લા ખેતરમાંથી બુમાં બુમનો અવાજ આવતા ફરીયાદી તથા ભોગ બનનાર ખુલ્લા ખેતરમાં જતાં અજાણ્યા આરોપીઓ ટ્રક ડ્રાઈવરને લાકડી વડે માર મારી કરતા હોય વચ્ચે છોડાવવા પડતાં ભોગ બનનારને માથામાં ગંભીર ઈજા કરી ડ્રાઇવર પાસેથી રોકડ ૪૬૦૦ તથા ભોગ બનનાર પાસેથી મોબાઇલ મળી કુલ ૧૪,૬૦૦ ની હાઇવે લુંટ કરી નાશી છૂટયા હતાં. જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો હતો. જેને ધાડપાડું ગેંગને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવમાં આવી હતી. ત્યારે એલ.સી.બી ની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પાનેલી નજીક થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ કોસંબા જકાત નાકા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાં રહે છે. તેથી તે જગ્યાએ જઈ તપાસ કરી ચાર શંકાસ્પદ ઇસમોને અલગ અલગ મોબાઇલના કબ્જો મેળવવા બિલ માંગતા રજૂ નહિ કરી શકતા વધુ તપાસ માટે એલ. સી.બી. કચેરી ખાતે લાવવામાં લાવ્યા હતા. જ્યાં ઉંડાણપૂર્વક તપાસ કરતાં હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને રોકી લૂંટ કર્યાની કબૂલાત આપી હતી. જેમાં પાનેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૦૨, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ તથા કોસંબા પોલીસ સ્ટેશન ૧ ધાડ મળી કુલ ૪ ધાડને અંજામ આપ્યો હતો. તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પપ્પુ કાલુ શેરું કંજર મુળ બંદેસર, ચિતોરગઢ, રાજસ્થાન., સતું રતન મસીરીયા કંજર મૂળ પોસ્ટ મેવાડા ચિતોરગઢ, રાજસ્થાન., હિરું સન્નું સેતાનીયા કંજર પોસ્ટ મેવાડા ચિતોરગઢ, રાજસ્થાન. અને પ્રકાશ છોટુ રોરું કંજર મૂળ અરજીયા ભીલવાડા રાજસ્થાન વાળાની અટકાયત કરી પોલીસે આરોપીઓ પાસેથી ૨૬,૬૦૦ રોકડા, મોબાઇલ નંગ ૮ કિંમત રૂ. ૩૯,૦૦૦ મળી કુલ ૬૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ રામલાલ રાજેશ સેતાનીયા કંજર ચિતોરગઢ રાજસ્થાન વાળાને વોન્ટેડ જાહેર કરી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.